Wednesday, June 25, 2014

આપણી પ્રજાપતિ જ્ઞાતિ



આપણી પ્રજાપતિ જ્ઞાતિ ઘણાજ કઠીન દિવસોમાંથી પસાર થઈ હતી. અને, હવે ધીરે ધીરે જ્ઞાતિમાં જે કંઈ થઈ રહ્યુ છે તે આનંદ માણવાની ઘડી છે. ઘટનાને ફક્તએક પળરૂપે નિહાળવું રહ્યુ કારણકે આપણે જે પર્વત પર ચડી રહ્યા છીએ તેના શિખરે હજું પહોંચી શક્યા નથી.પ્રથમ તો આપણે સૌ જ્ઞાતિજનોએ વિચાર કરવાનો રહે છે કે : શા કારણે આપણી જ્ઞાતિમાં દુ: ? ઉંડો વિચાર કરીએ તોજ્ઞાતિ ગરીબાઈનજરે આવે છે. અને ગરીબાઈના કારણે અન્ય તકલીફો જરૂર કિંતુ ફરી વધુ ઉંડો વિચાર કરીએ તો સમજાશે કે જોઈએ તેવી એકતા -સંપ નથી . ઘણીવાર ગરીબાઈ, હોય તો પણ સંપ-બળ દ્વારા એનો સામનો કરી શકાય, તો હવે પ્રશ્ન રહે : કેવી રીતે જ્ઞાતિમાં પરિવર્તન લાવીશું ?

જ્ઞાતિમાં ગરીબ હોય તે જ્ઞાતિજનોને ગુજરાન માટે તકલીફો…. તકલીફો સાથે બાળકોના ભણતર માટે ચિંતા કે અશક્યતા…. અને, ભણતરનીજ્ઞાનગંગાવગર જ્ઞાતિ ફરી દુ:ખના ચક્કરમાં અને અંધકારમાં તો, જ્ઞાતિમાં પ્રકાશ કેવી રીતે વધે એવું જાણી કંઈક અમલમાં મુકવાની ફરજ જ્ઞાતિજનો-સમાજની બની જાય છે.

આપણે હવે એક પ્રજાપતિ કુટુંબનો દાખલો લઈએ કુટુંબ ગરીબ છે ? ગુજરાન માટે માટી કામ કે કંઈક નાનો ધંધો છે. કુટુંબમાં એક બાળક છે. બાળકને ભણવાની હોંશ છે. અહી, માતા-પિતા તરીકે પ્રથમ જવાબદારી રહે કે બાળકને શિક્ષણ માટે ઉતેજન આપવું. ઉતેજનરૂપી પાયો પણ ઘણીવાર બાળકને મળતો નથી. જે દુ:ખજનક વાત કહેવાય. એકવાર માતા-પિતા કે નજીકનાં સ્નેહી ઉતેજન આપવાનો નિર્ણય લે એટલે એઓને આત્મશક્તિ કંઈક પ્રેરણા આપેજ ! ઘરખર્ચમાં કંઈક કાપ, કે પછી બાળક માટે પૈસાની શોધ. આટલું જો કુટુંબે શક્ય થાય તો જરૂર પ્રભુ પણ ખુશી થાય. પછી , બાળકના ભણતર માટે પોતે પુરતા પૈસા ભેગા કરી શકે તો કદાચ પ્રભુ દ્વારા કોઈકને પ્રેરણા મળે. આથી મારો મત છે કે કુટુંબે શિક્ષણ ઉતેજનની જાગ્રુતિ ઘણી જરૂરી છે.

પ્રજાપતિ કુટુંબે કુટુંબે કંઈક જવાબદારીની શરૂઆત. તો, શું બધુ બરાબર થઈ ગયુ? શું એવો અભિપ્રાય પ્રજાપતિ સમાજે લેવો જોઈએ ? નાના….ના….પ્રજાપતિ બાળક પ્રજાપતિ સમાજનો ભવિષ્યનો તારલો છે. બાળકના ભણતર કે જ્ઞાતિજનોને સહાય કરવાની જવાબદારી સમાજને લાગે છે એક મોટી જ્વાબદારી છે. જ્ઞાતિમાં કોઈની સારી સ્થિતી હોય તે પણ સમાજને જાણ હોવી જોઈએ. જ્ઞાતિમાં સૌને એક તાંતણે બાંધતા સારી-નબળી સ્થિતીઓવાળા સર્વ એકતા-સંપ-પ્રેમભાવના પંથે હોય,. સમાજ કાર્યકર્તાઓ ઘર ઘરની માહિતી રાખી, જ્ઞાતિજનોને સહકાર માટે જાગ્રુત રાખે. પરમ ફરજ બની જાય છે. પ્રજાપતિ જ્ઞાતિ માટે ગૌરવનાં બીજ સમાજ/સંસ્થાએ રોપ્યાં હોય તો કાર્ય જરા સરળ બની જાય છે.

ભુતકાળ અને વર્તમાન કાળ બતાવે છે કે પ્રજાપતિ જ્ઞાતિજનોને અન્ય તરફથી ઘણું સહન કરવું પડ્યું છે. ખોટી ટીકાઓ-અપમાન જનક શબ્દો ! ગરીબાઈને કારણે અન્ય ખોટી ટીકા કે કંઈક ખોટી રીતે લાભ લેતા હશે, કિંન્તુ અહીં જ્ઞાતિમાં શિક્ષણ-રૂપી જ્યોતિ હોવાનું કારણ પણ અગત્યનું બની જાય છે. જ્ઞાતિ અંધકાર જરૂર ફાળો આપે છે. શ્રી અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા પ્રજાપતિ જ્ઞાતિને પોલીટીકલ વોઈસ ( POLITICAL VOICE) મળ્યો છે. સંઘે દરેક પ્રજાપતિજનોની સુતેલીપ્રજાપતિ શક્તિને જાગ્રુત કરી છે અને એકતાના પંથે ગુજરાતમાં જ્ઞાતિ માટે ઘણું કર્યું છે. સર્વ થતા લાભોમાં પ્રજાપતિ બાળકોને પણ સરકાર દ્વારા લાભ શક્ય થયા છે. ભલે, ઘણું થયુ છતાં, કાર્ય અધુરું છે. હજુ આગેકુચ કરવાની રહે છે. અહીં પ્રજાપતિ બાળકો ફરી ધ્યાનમાં આવે છે. અને વિશ્વ નિર્માતા પ્રજાપતિમાં તંત્રી સ્થાને પ્રગટ થયેલ લેખ : “જ્ઞાતિના ઘર દિવડાપ્રજાપતિ ઘર ઘરે વધુને વધુ દિવડાઓ પ્રગટે અને જ્ઞાતિમાંપ્રજાપતિ ગૌરવના તેલ સહીત દિવડે-દિવડે પ્રકાશ દ્વારા મહાજ્યોતિ પ્રગટે એવી અંતરની આશા !

1 comment:

  1. Aapne brahmin, rajput hata, parantu Purvajo dwara kumbhar kanya sathe lagna karva thi naat bahaar kari nakhiya

    ReplyDelete